Rajput Kanya Chhatralaya

માનવંતા સભાસદ ભાઈઓ તથા બહેનો ,

શ્રી છત્રસિંહ રાણા છાત્રાલયનો ૨૦૨૨”૨૦૨૩નો અહેવાલ તથા હિસાબો આપ સમક્ષ રજુ કરતા આનંદ અનુભવું છું.

દાંડીયાબજારમા છત્રસિંહ રાણા છાત્રાલય કુમાર છાત્રાલય ચાલતું હતું તે મકાન જર્જરિત થઈ જવાથી તેજ જગ્યાએ અદ્યતન સુવીધાવાળુ નવીન મકાન બનાવ્યુ છે.જેમાં દરેક રૂમમા અટેજ બાથરૂમ છે અને દરેક બાથરૂમમા ગરમ અને ઠંડા પાણીની પાઈપલાઈન છે. ૨૦૧૯ મા કન્યાછાત્રાલય ત્યાં કરવામા આવ્યું. જેમાં ૮૪ દીકરીઓને રેહવાની સગવડ છે છાત્રાલય ફૂલ રહે છે.

કન્યા છાત્રાલયમા  સવારે ચા ,કોફી તથા નાસ્તો આપવામાં આવે છે.બપોરે ભોજન સાંજે ચા,કોફી તથા રાત્રે જમવાનું અને દૂધ આપવામાં આવે છે રીસેસમા જમવા માટે લંચબોક્ષમાં નાસ્તો આપવામા આવે છે. રેહવા જમવાની એક મહિનાની રૂપિયા ૩૦૦૦ ફી રાખવામા આવી છે, આર્થિક મુશ્કેલીવાળી દીકરીઓને અડધી અથવા આખી ફી માફ કરવામા આવે છે.

દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું છે જેનાથી નવું મકાન બનાવવામાં આવ્યું છે. હાલ છાત્રાલયની બાજુનું મકાન વેચાણથી મળી શકે તેમ છે ફંડ(ભંડોળ) થવાથી તે મકાન ખરીદીને છાત્રાલયનું એક્સ્ટેન્સન કરવામાં આવશે. બાજુનું મકાન ખરીદવા માટે દાતાઓ એ રૂપિયા ત્રીસલાખ નું દાન જાહેર કર્યું છે. હજુ બીજા દાન ની જરૂર છે. તો દીકરીઓના અભ્યાસમાટે ઉદાર હાથે દાન આપવા વિનંતી છે.

  • રૂપિયા ૫૧ લાખનું દાન આપનારનું નામ કન્યા છાત્રાલયને આપવામા આવશે.
  • રૂપિયા ૫ લાખનું દાન આપનારનું નામ રૂમ ઉપર તકતીમા લખવામા આવશે તથા તેનો ફોટો મુકવામા આવશે .
  • રૂપિયા ૧ લાખનું દાન આપનારનો ફોટો મુકવામાં આવશે .
  • રૂપિયા ૧૧ હજારનું દાન આપનાર નું નામ જનરલ તકતીમા લખવામા આવશે .
  • ભગવાને આપને ઘણું આપ્યું છે તો દીકરીઓ માટે યથા યોગ્ય દાન આપવા વિનંતી છે.

લી. 

વિક્રમસિંહ મહારાઉલ